<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

અમદાવાદમાં કોલ્ડપ્લેના બીજા શોની ટિકિટો પણ મિનિટોમાં વેચાઈ : 25 અને 26 જાન્યુઆરી રોજ ધૂમ મચાવશે બ્રિટિશ રોક બેન્ડ

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટ નુ આજે બપોરે 12 વાગે ઓનલાઈન બુકિંગ શરૂ થઈ હતી જેની ટિકિટો મિનિટોમાં વહેંચાઈ ગઈ

અમદાવાદ તા.૧૬ :  અમદાવાદમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ કોલ્ડપ્લે (Coldplay's Concert) કોન્સર્ટ યોજાવાનો છે. જેને લઈને આજે બપોરે 12 વાગે ઓનલાઈન બુકિંગ શરૂ થઈ હતી. જેની ટિકિટો મિનિટોમાં વહેંચાઈ ગઈ હતી. જે બાદ બુક માય શો  દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, અમદાવાદ માં કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો શો યોજાશે. પરંતુ, તેની ટિકિટ પણ મિનિટોમાં વહેંચાઈ ગઈ હતી. 

અમદાવાદમાં કોલ્ડપ્લેનો બીજો કોન્સર્ટ

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેની ટિકિટો આજે બુક માય શો પર લાઈવ થઈ હતી. જો કે, ફટાફટ ટિકિટ વહેંચાઈ જતા મોટી સંખ્યામાં ફેન્સ નિરાશ થયા હતા. 

જે બાદ બુકિંગ વેબસાઈટ દ્વારા જણાવવામાં આવ્યું કે, '25 જાન્યુઆરી, 2025ના રોજ શો માટે છેલ્લી કેટલીક સીટો બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 26 જાન્યુઆરી, 2025 માટે બીજો શો ઉમેરવામાં આવ્યો છે. લાઈન આજે બપોરે 12:45 વાગ્યે શરૂ થશે અને ટિકિટ બપોરે 1 વાગ્યે લાઇવ થશે.' 

26 જાન્યુઆરી, 2025ના કોન્સર્ટનું બુકિંગ બપોરે 1 વાગ્યે શરૂ થતાંની સાથે જ મિનિટોમાં ટિકિટ વહેંચાઈ ગઈ હતી. જેના કારણે અનેક ફેન્સ, જેમને ટિકિટો મળી ન હતી તેઓ નિરાશ થયા હતા. 

કોલ્ડપ્લેનો ભારત પ્રવાસ

બ્રિટિશ મ્યૂઝિક ગ્રુપ મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ 18, 19 અને 21 જાન્યુઆરી, 2025ના રોજ શો કરશે. જે બાદ તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોન્સર્ટ કરશે.

(4:29 PM IST)