<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

વડનગરમાં મઢાસણા ચોકડી પાસે અકસ્માત : ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર ઘૂસી: માતા-પુત્રના મોત : પિતાની હાલત ગંભીર

પેટ્રોલ પંપ નજીક રેતી ભરેલુ ટ્રેક્ટર રોંગ સાઈડમાં જતું હતું :ખેરાલુ વે બ્રિજ તરફથી એક કાર ઈડર તરફ જતી હતી :કારના ચાલકે વળાંક લેવા જતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં કાર ઘુસી ગઈ: કારનો કચ્ચરઘાણ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલ મઢાસણા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેક્ટર સાથે કાર ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે પિતાની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડનગર તાલુકાની મઢાસણા ચોકડી પર આવેલા પેટ્રોલ પંપ નજીક રેતી ભરેલુ ટ્રેક્ટર રોંગ સાઈડમાં જઈ રહ્યું હતુ. આ સમયે ખેરાલુ વે બ્રિજ તરફથી એક કાર ઈડર તરફ જઈ રહી હતી. આ દરમિયાન પેટ્રોલ પંપ નજીક કારના ચાલકે વળાંક લેવા જતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં કાર ઘુસી ગઈ હતી.

 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર માતા અને તેના દોઢ વર્ષના પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત કાર ચાલક પિતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(10:11 PM IST)