<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં બદામજી મોદી પર ફાયરીંગઃ સારવાર દરમિયાન મોત

કૌટુંબિક ઝઘડામાં પિતાની હત્યા કરવામાં આવી છે તથા રમેશ ખેતાજી, અશોક ખેતાજી, પ્રકાશ ખેતાજી અને રણજિત ખેતાજી પર હત્યા કરવાનો આરોપ લગાવતા મૃતકના દીકરા

અમદાવાદઃ અમદાવાદમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો બેફામ બન્યા છે ગઈકાલે સાંજે અમદાવાદના નેહરુનગરમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ઈજાગ્રસ્ત વેપારી બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત થયું છે.
ગઇકાલે નહેરૂનગર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો જેમાં આરોપીએ બદાજી મોદી પર ફાયરિંગ કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ બાઈક પર આવેલા આરોપી ફાયરિંગ કરીને ફરાર થયા હતા. ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં હાલ ડરનો માહોલ ઉભો થયો છે.
આ મામલે અપડેટ સામે આવી છે અને મૃતકના દીકરાએ સંબંધીએ જ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ કર્યો છે અને કહ્યું કે કૌટુંબિક ઝઘડામાં પિતાની હત્યા કરવામાં આવી છે. રમેશ ખેતાજી, અશોક ખેતાજી, પ્રકાશ ખેતાજી અને રણજિત ખેતાજી પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
મૃતકના પરિવારને આશંકા છે કે ખેતરામ મોદીની હત્યાના બદલે હત્યા કરવામાં આવી છે અને અત્યારે મૃતકના પરિવારની માંગ છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન થવા સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ પણ વેપારી પર છરીથી હુમલો થયો હતો. હવે ફરી ફાયરિંગની ઘટના બનતા પોલીસ કામગીરી પર સવાલો ઉભા થયા છે.

(11:23 AM IST)