<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

ભરૂચ નજીક કાર અકસ્માતમાં ભાવનગરના ત્રણ યુવકનાં મોત

અંકલેશ્વર થી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટ ના શેરા ગામ નજીક આઈ.ટ્વેન્ટી કાર રોડ સાઈડ ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતીઃ ત્રણેય મિત્રો સગાઇની ખરીદી કરવા સુરત ગયા હતા

અંકલેશ્વર, તા.૧૭,

સુરત ખાતેથી પોતાની સગાઈ ની ખરીદી કરી પરત ફરતા ભાવનગરના યુવકે ઓવર સ્પીડ માં સ્ટેરિંગ પર કાબુ ગુમાવતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. ભરૂચ જિલ્લાના  અંકલેશ્વર થી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટ ના શેરા ગામ નજીક આઈ.ટ્વેન્ટી કાર રોડ સાઈડ ઝાડ સાથે ધડાકાભેર ભટકાડી હતી. જેમાં બે મિત્રોના સ્થળ પર જ મોત થયાં હતા જ્યારે અન્ય એક નું ભરૂચ સિવિલ ખાતે મોત થયું હતું. કાર ની એર બેગ પણ જીવના બચાવી શકી હતી. આઇ ટ્વેન્ટી કારના એન્જીનના ભાગ નો ખુરદો બોલ્યો હતો.

ભાવનગર   ભરતનગરમાં આવેલા અર્બન સોસાયટીમાં રહેતા ૨૦ વર્ષીય મહાવીર અગ્રવાત તેના બે મિત્રો ૨૦ વર્ષીય મિતેષ ચાવડા અને ૨૬ વર્ષીય ચેતન ભટ્ટી સાથે કાર લઇ સુરત ખરીદી કરવા માટે ગયા હતા. મહાવીર અગ્રાવત ની ટૂંક માં સગાઇ થવાની હોવાથી મિત્રો જોડે સુરત ખરીદી કરવા આવ્યા હતા. ત્યાં ખરીદી કરી મોડી રાત્રી ના પરત ભાવનગર જવા નીકળ્યા હતા. દરમિયાન વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ વચ્ચે પસાર થઇ રહ્યા હતા.  તે દરમિયાન હાંસોટના શેરા ગામ નજીક કાર ચાલક મહાવીર અગ્રવાત ફૂલ સ્પીડ માં અચાનક ઝોકું આવી જતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને રોડ સાઈડ પર આવેલા ઘટાદાર ખાટી આંબલી ના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની  જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો ત્યાં પહોંચતા જ સ્થળ પર ૨૦ વર્ષીય મિતેષ ચાવડા અને ૨૬ વર્ષીય ચેતન ભટ્ટી લોહી ત્યાં લથપથ હાલત માં મૃતદેહ મળ્યા હતા. જયારે કાર ચલાવી રહેતા મહાવીર અગ્રવાતને ગંભીર ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ૧૦૮ ની મદદ થી લઇ જવા માં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. હાંસોટ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પુરપાટ કાર ડિવાયડ૨ કુડાવી સામેની લેનમાં ઘુસી ગઈ હતી. કાર વૃક્ષમાં ધડાકાભેર અથડાતા આગળનું બે એરબેગ ખોલવા છતાં અંદર બેઠેલા ત્રણેય યુવાનો ના જીવ બચી શક્યા ન હતા.મૃતક મહાવીર અગ્રવાત ની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે ખરીદી કરવા આવ્યો હતો. ત્યાંથી પરત ભાવનગર જઈ રહ્યા હતા. હાંસોટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:28 PM IST)