તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
PGVCLના કોન્ટ્રાકટરની હડતાલને લઈને કિસાન કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા
પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં ખેડૂતો હેરાન પરેશાન છે ખેડૂતોને વાવેતરની સીઝન છે ત્યારે જ હડતાળથી ખેડૂતો મૂંઝવણમાં છે

અમદાવાદ, તા.૧૭,
PGVCL કોન્ટ્રાકટરની હડતાળને લઈને કિસાન કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા એ પીજીવીસીએલ પર આકરા પ્રહાર કર્યા છે. પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરની લડાઈમાં ખેડૂતો હેરાન પરેશાન છે. ખેડૂતોને વાવેતરની સીઝન છે ત્યારે જ હડતાળથી ખેડૂતો મૂંઝવણમાં છે.
વાવેતર સમયે ટ્રાન્સફોર્મર ખરાબ થતાં ખેડૂતોનું વાવેતર અટક્યુ છે. પીજીવીસીએલ સમાધાન કરે અથવા ખેડૂતોના બળી ગયેલા ટ્રાન્સફોર્મ ૨૪ કલાકમાં બદલી આપી. હડતાળના લીધે ખેડૂતોના ટ્રાન્સફર પીજીવીસીએલ દલી આપતું નથી. તેમનું કહેવું છે કે કોન્ટ્રાકટરોની માંગ સાચી છે.
PGVCL એ તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. PGVCL એક પોલના ૮૦૦ રૂપિયા મજૂરી આપે છે. જ્યારે૩ DGVCL, MGVCL, UGVCL પોલના ૧૨૦૦ રૂપિયા ભાવ આપે છે તો PGVCL ૮૦૦ જ કેમ આપે ? PGVCL માં જ અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકલ કમ્પનીને વધારે ભાવ આપવામાં આવે છે. અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકલ કમ્પનીને પોલ ઉભો કરવાના ૨૨૦૦ થી ૩૦૦૦ આપવામાં આવે છે. PGVCL દ્વારા આવો ભેદભાવ શા માટે ? અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકલ કમ્પની PGVCLની દત્તક દીકરા છે ? એક કોન્ટ્રાકટરને માત્ર ૮૦૦ જ્યારે ઉપરોક્ત બન્ને કંપનીઓને ૨૨૦૦ થી ૩૦૦૦ આવું શા માટે ? એક જ કંપનીમાં એક જ કામના ભાવ અલગ અલગ શા માટે ? PGVCL એ તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઇએ.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
