તા. ૧૨ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૪ શુક્રવાર
News of Sunday, 17th November 2024
બાંગ્લાદેશમાં રૂપિયા આપી બોગસ ડોક્યુમેન્ટ સાથે ભારતીય નાગરિકતા મેળવી
બાંગ્લાદેશનું આઇડી કાર્ડ, ભારતનું આધાર કાર્ડ અને એક મોબાઇલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છેઃ બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ પણ બનાવ્યું હતું

સુરત, તા.૧૭,
સુરત શહેર SOG દ્વારા બાતમીના આધારે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ ચાર રસ્તાના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીકથી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીરઅલી શેખ હોવાનું સામે આવ્યું છે અને તેની પાસેથી બાંગ્લાદેશનું આઇડી કાર્ડ, ભારતનું આધાર કાર્ડ અને એક મોબાઇલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મહિલાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, મહિલા બાંગ્લાદેશી નાગરિક હતી અને ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ૧૫ હજારની બાંગ્લાદેશી કરન્સી આપીને બાંગ્લાદેશના જાસોર જિલ્લાથી પશ્ચિમ બંગાળ રાજ્યની બાગોન ખાતે આવેલી બોર્ડરથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને ત્યારબાદ હાવડા રેલવે સ્ટેશન ખાતે આવીને ટ્રેનમાં સુરત આવી હતી. જોકે સુરતમાં આ મહિલા પકડાઈ ન જાય એટલા માટે તે અલગ અલગ જગ્યા ઉપર રૂમ ભાડે રાખીને રહેતી હતી અને ત્યારબાદ ભારતમાં આવીને મહિલાએ એજન્ટ મારફતે ભારતીય ઓળખ ઉભી કરવા માટે બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. એસઓજી દ્વારા આ સમગ્ર મામલે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને મહિલાને કોના દ્વારા આ આઇડી કાર્ડ બનાવી આપવામાં આવ્યું તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
