<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

અમદાવાદના મેમનગરમાં ર૦ વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોઃ લાયસન્સ પણ ન હતું

અમદાવાદઃ રાજ્યમાંથી અવારનવાર બોગસ તબીબો ઝડપાય છે, ડિગ્રી વગર હાટડીઓ ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. ત્યારે આવો જ એક બોગસ તબીબ અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપાયો હતો. અમદાવાદની યુનિવર્સિટી પોલીસે આ બોગસ તબીબની ધરપકડ કરી હતી.

આ ઝોલાછાપ તબીબનું નામ રૂહીદાસ ઢાલીની છે. છેલ્લા 20 વર્ષથી આ તબીબ બોગસ ક્લિનિક ચલાવતો હતો. ઝડપાયેલ ડોક્ટર મેડિકલ ડિગ્રી કે એલોપેથી દવા બાબતે કોઈ લાયસન્સ વિના પ્રેક્ટિસ કરતો હતો. મેમનગરના ગોપાલનગર વિભાગ 4 ના મુખ્ય રસ્તા પર મનીક્લિનિક નામે દવાખાનું ચલાવતો હતો.

(4:02 PM IST)