<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

રાજ્યમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર :જાણો અમદાવાદ સહિતના શહેરમાં તાપમાન

-રાજકોટમાં 17.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને અમેરલીમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું :અમદાવાદમાં 18.5 ડિગ્રી લઘુત્તમ પારો પહોંચતા ઠંડીનો ચમકારો

અમદાવાદ : ગુજરાતમાં બે ત્રણ દિવસથી ધીમા પગલે ઠંડીની શરૂઆત થઇ રહી છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેના પગલે રાત્રે અને સવારના સમયે ઠંડી અનુભવાઈ રહી છે. આજે 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં પણ 18.5 ડિગ્રી લઘુત્તમ પારો પહોંચતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.

શહેરલઘુત્તમ તાપમાન(ડિગ્રીમાં)

(5:42 PM IST)