<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

બનાસકાંઠાના ભાભરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનો થયો શુભારંભ

ડેરી દ્વારા પ્રતિ લીટરે 5 રૂપિયાના ભાવે પશુપાલકોની ગાયોના મૂત્રને ખરીદાશે

બનાસકાંઠાના ભાભરમાં ગૌમૂત્ર ડેરીનો શુભારંભ થયો છે અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ ડેરીનું ઉદ્ઘાટન કર્યું. આ ગૌમૂત્ર ડેરીથી અનેક પશુપાલકો અને ખેડૂતોને લાભ મળશે કારણ કે, આ ડેરી દ્વારા પ્રતિ લીટરે 5 રૂપિયાના ભાવે પશુપાલકોની ગાયોના મૂત્રને ખરીદાશે. હજારો લીટર ગૌમૂત્ર એકત્ર કરીને તેમાંથી અમોનિયા, પોટાશ સહિતના ખનિજ તત્વોને અલગ કરીને વપરાશ લાયક બનાવાશે. જે ખેડૂતોના પાકમાં ઉપયોગી થઇ શકે તેવું ખાતર પણ બનાવાશે. 

  બીજો લાભ એ પણ થશે કે, ખેડૂતોને ગૌમૂત્રની આવક થતા તેઓ ગાયોને પોતાના ઘરે રાખશે. ગાયો આમતેમ રખડતી નહીં રહે. કે પાંજરાપોળમાં નહીં રહે. તેની સારસંભાળ પણ રહેશે. એટલું જ નહીં, ગૌમૂત્રને પ્યોરિફાઇ કરીને મિનરલ વોટર પણ અલગ કરાશે. એવી આધુનિક ટેક્નોલોજી સાથે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. પશુપાલકો પણ હવે ડેરીમાં ગૌમૂત્ર ભરાવતા થયા છે. આ ડેરીએ બનાસ ડેરી સાથે કરાર કર્યો છે. બનાસ ડેરીના સહકારથી ખેડૂતો-પશુપાલકોને પણ લાભ થશે અને પ્રકૃતિ પણ સચવાશે.


 

(8:32 PM IST)