News of Sunday, 17th November 2024
સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામે ત્રણ શખ્શોએ રૂપિયા 5.61 કરોડનો લગાવ્યો ચૂનો
મુકેશ સવાણીની ધરપકડ :ફાઇનાન્સર પિતા-પુત્ર ફરાર: વેવાઈની 33 કરોડની મગદલ્લાની જમીન ઘોંચમાં નાખવા ફાઇનાન્સર ટોળકીએ કારસ્તાન કર્યું

સુરતમાં જાણીતા ઉદ્યોગકાર મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવીને કરોડોની કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિના નામે ચૂનો લગાવાયો હોવાની જાણ થતા જ સુરત ક્રાઈમ બ્રાંચે તાબડતોબ એકશન લીધા છે. જેમાં રૂપિયા 5 કરોડ 61 લાખ પડાવનારા 3 સામે ગુનો નોંધ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે. જેમા મુકેશ સવાણીની ધરપકડ કરી છે. જ્યારે ફાઇનાન્સર પિતા-પુત્ર ફરાર થઈ જવા પામ્યા છે.
આ કેસ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વેવાઈની 33 કરોડની મગદલ્લાની જમીન ઘોંચમાં નાખવા ફાઇનાન્સર ટોળકીએ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
