News of Sunday, 17th November 2024
સુરતમાં નો એન્ટ્રીમાં માતેલા સાંઢની જેમ ધસી આવ્યું ડમ્પર:સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા ગંભીર ઇજા
અકસ્માતની ઘટના જોઈને સૌ કોઈના રુંવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો કેદ થયા

સુરતના પાલ વિસ્તારમાં ટ્રાફિક સર્કલ પર એકાએક ધસી આવેલા માતેલા સાંઢની જેમ એક ડમ્પર ધસી આવતા, સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લઈ લે છે. આ ગંભીર અકસ્માતના સીસીટીવીમાં સામે આવ્યા છે. જેમાં આ અકસ્માતની ઘટના જોઈને સૌ કોઈના રુંવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો કેદ થયા છે. અકસ્માતનો ભોગ બનેલ વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
