<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

અમદાવાદમાં ઠંડીનો ચમકારોઃ સપ્તાહમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સુધી ઘટી ગયું

મહત્તમ તાપમાનમાં અને ગત રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા શહેરમાં આછી ઠંડીનો અનુભવ

અમદાવાદ :નવેમ્બર અડધો પૂર્ણ થયો છે અને હવે અમદાવાદ શહેરમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં અને ગત રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા શહેરમાં આછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. સાત દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 3.6 ડિગ્રીનો ઘટાડો થયો છે.

શિયાળાની ઋતુનો પ્રારંભ થઇ ગયો હોવા છતાં પણ રાજ્યમાં જોઇએ તેવી ઠંડી પડી રહી નથી. અમદાવાદ શહેરમાં 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી 36થી 38 ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે 10 નવેમ્બરે 36.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે 17 નવેમ્બરના રોજ શહેરમાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. 10થી 17 નવેમ્બર સુધીમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો મહત્તમ તાપમાનમાં નોંધાતા બપોરે ગરમીમાંથી આશિંક રાહત થઇ છે

મહત્તમ તાપમાનની જેમ જ શહેરના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધીમાં અમદાવાદ શહેરમાં 21થી 24 ડિગ્રીની વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે 10 નવેમ્બરના રોજ 22.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા બાદ ધીમે-ધીમે લઘુત્તમ પારો નીચે ગયો છે. આજે 17 નવેમ્બરના રોજ શહેરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જેના પગલે રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

(9:23 PM IST)