News of Monday, 18th November 2024
દિવાળી વેકેશનની રજાની મજા પૂરી... શાળાઓને આજથી બીજા શૈક્ષણિક સત્રનો શુભારંભ થયો
ખાનગી શાળાઓએ તો એક અઠવાડીયા પહેલાં જ શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ કર્યુ હતુઃ યુનિવર્સિટી કક્ષાએ પરીક્ષાનું આયોજન

રાજકોટ તા. ૧૮ :.. આજ સવારથી સમગ્ર રાજયમાં જાહેર માર્ગો તેમજ સુમસામ રહેલા શૈક્ષણીક સંકુલમાં વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠયા હતાં. આજથી શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનો શુભારંભ થયો છે.
ર૧ દિવસ દિવાળી વેકેશનની રજાની મજા માળ્યા બાદ આજથી રાજયની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થયો છે. જયારે કોલેજ અને યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ પરીક્ષાનું આયોજન થયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી રાજયની પ૪ હજારથી વધુ શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. આજથી તા. ૧૮ મી નવેમ્બરથી શરૂ થતુ શૈક્ષણીક સત્ર આગામી ૪ મે સુધી ચાલશે. પ-પ-રપ થી ૩પ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમીક કેલેન્ડર પ્રમાણ દીવાળીનું ર૧ દિવસનું વેકેશન હતું. નવા ર૦રપ ના શૈક્ષણીક સત્રનો પ્રારંભ ર૬ જૂન ર૦રપ ના થશ.ે
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કેટલીક ખાનગી શાળાઓએ ગત અઠવાડીયા પૂર્વે જ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. જેનો વ્યાપક વિરોધ થયો હતો.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
