News of Monday, 18th November 2024
દાહોદમાં એરપોર્ટનો સર્વે હાથ ધરાતા વિરોધ ઉઠ્યો :: ખેડૂતોની જમીન સંપાદન સામે કચવાટની લાગણી
ટાઢાગોળા ગામે ખેડૂતો સાથે કરી બેઠક કલેકટરે ખેડૂતોને ઓછામાં ઓછા નુકસાનની આપી બાંહેધરી

દાહોદમાં એરપોર્ટનો સર્વે હાથ ધરાતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે, એરપોર્ટના સર્વેમાં ખેડૂતોની જમીન સંપાદન થવાની શક્યતાને પગલે વિરોધ ઉઠ્યો હતો, ખેડૂતોના વિરોધના પગલે કલેક્ટરે ટાઢાગોળા ગામે ખેડૂતો સાથે કરી બેઠક યોજી છે, બેઠકમાં કલેકટરે ખેડૂતોને ઓછામાં ઓછા નુકસાનની બાંહેધરી આપી હતી
દાહોદમાં સરકાર દ્વારા ભૂતકાળમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આ એરપોર્ટનો સર્વે થતાં પહેલા જ જ્યાં એરપોર્ટના સર્વેમાં આવતાં ગામોમાં સર્વેની ટીમો પહોંચતાં જ્યાં ગ્રામજનો દ્વારા એરપોર્ટનો ભારે વિરોધ કર્યો હતો
ખેડૂતોએ સર્વેની કામગીરીને રોકતા દાહોદ જિલ્લા કલેક્ટર ટાઢાગોળા ગામે જઈ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. જ્યાં કલેક્ટર સમક્ષ ખેડૂતોએ પોતાની આપવીતી જણાવી હતી. ત્યારે આ મામલે કલેક્ટર દ્વારા જણાવ્યાં અનુસાર, ખેડૂતોના મનમાં જે આશંકાઓ હતી તે જાણવા માટે અમો ગામમાં આવ્યાં છે. અને લોકોની રજૂઆતો સાંભળી. કોઈપણ એરપોર્ટ બનાવવાનું હોઈ તેના માટે આજુબાજુના 15 કિલોમીટરનો સર્વે કરવામાં આવતો હોય છે
. આ સર્વે લિમિટેડ એરિયામાં જ થતો હોય છે, પરંતુ સર્વેમાં ખેતીની જમીનો ન જાય કે, ગામની જમીનો ન જાય તે માટે ખેડૂતોના મનમાં શંકા હતી. તેનું નિરાકરણ કરવા માટે અહીં આવ્યાં છીએ. લોકલ સર્વે થશે, સર્વેમાં ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય અને જ્યાં સુધી શક્ય હોઈ ત્યાં સુધી સરકારી જમીનોનો ઉપયોગ કરી એરપોર્ટ બનાવવામાં આવે તે માટે અમો પ્રયત્ન કરીશું, 97 નંબરમાં સર્વે કરવામાં આવનાર છે. આમ, દાહોદ જિલ્લા કલેક્ટરે ખેડૂતો સાથેની મુલાકાત કરી તેઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
