<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

પાટણ મેડિકલ કોલેજમા રેગિંગ- વિદ્યાર્થીના મોત કેસમાં એક સાથે ૧૫ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ : એન્ટી રેગિંગ કમિટી દ્વારા 27 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ નિર્ણય

વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા તેમની સામે FIR નોંધાયા બાદ ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૧૮ :  વિદ્યાર્થી સાથે રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા 27 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજના ડીનની ફરિયાદ બાદ કાર્યવાહી 

કરવામાં આવી છે.

    પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમની સામે FIR નોંધાયા બાદ ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. મહત્વનું છે કે, શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં રેંગિગ બાદ વિદ્યાર્થીના મૃત્યુમાં એન્ટી રેગિંગ કમિટીએ તપાસનો દોર શરૂ કરાયો છે. કમિટીએ અત્યાર સુધીમાં 26 વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે. કમિટીએ રિપોર્ટ કોલેજના ડીનને સોંપ્યો. રિપોર્ટમાં 15 વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનું સામે આવ્યું છે. રિપોર્ટના આધારે કોલેજના પ્રોફેસર અનિલ ભઠીજાએ ફરિયાદ નોંધાવી છે. કુલ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં 15 વિદ્યાર્થીઓએ પહેલા વર્ષના વિદ્યાર્થીને સાડા ત્રણ કલાક ઉભા રખાવી, ગીતો ગવડાવી, ડાન્સ કરાવી રેગિંગ કર્યાનો ઉલ્લેખ કરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલાની ગંભીરતાથી નોંધ લેવાઈ છે. મેડિકલ હોસ્પિટલમાં mbbs ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયાનું મોત નિપજ્યું છે. ઘટનાના પગલે મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરો  ઘારપુર ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ABVP સંગઠનના કાર્યકરોએ ઘારપુર હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી. પોલીસ દ્વારા 8 થી વધુ ABVP ના કાર્યકર્તાઓને ડિટેન કરાયા હતા. 

 

 

 

 

 

આ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

  1. પ્રવીણ વરજંગભાઈ ચૌધરી
  2. વિવેક ગમનભાઈ રબારી 
  3. ઋત્વિક પુરુષોત્તમભાઈ લીંબડીયા
  4. મેહુલ પ્રતાપભાઈ ઢેઢાતર
  5. સુરજલ રૂડાભાઈ બલદાણીયા
  6. હરેશ ગંભીરભાઈ ચાવડા 
  7. વૈભવ વિકેશભાઈ રાવલ
  8. પરાગ ભરતભાઈ કલસરિયા 
  9. ઉત્પલ શૈલેષભાઈ વસાવા
  10. વિશાલ લગધીરભાઈ ચૌધરી
  11. અવધેશ અશોકભાઈ પટેલ 
  12. હિરેન મનસુખભાઈ પ્રજાપતિ
  13. તુષાર પીરાભાઈ ગોહેલકર
  14. પ્રકાશ માધાભાઈ દેસાઈ
  15. જૈમીન સવજીભાઈ ચૌધરી

(1:12 PM IST)