તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
ગુનેગારો માટે કડક પણ સામાન્ય લોકોના હમદર્દ એવા અમદાવાદનાં લોકપ્રિય સ્પેશ્યલ પોલીસ કમિશનરનું મોટીવેશન પૂરૂ પાડતું આ પુસ્તક દરેકે વાંચવું જોઈએ
‘એવરી ડે મિરેકલ' ફકત પુસ્તક નહિ, નિરાશા ખંખેરી જીવન જીવવાની અદભુત પ્રેરણા આપે છે

રાજકોટ તા. ૧૮ : અમદાવાદના લોકપ્રિય સ્પેશ્યલ પોલીસ કમિશનર અને સિનિયર આઇપીએસ અજય ચોધરી એક માનવીય અભિગમ ધરાવતા અધિકારી છે. તેમના અર્બસ્ટ્રેક આર્ટના ચિત્રો વિશ્વની આર્ટ ગેલેરીમાં ગુજરાતની શોભા વધારી રહ્યા છે. આવા અજય ચોધરી દ્વારા વિવિધ સંસ્થામાં તેમના પ્રેરણાદાયક પ્રવચનો યોજાય છે, જેનું યુવા પેઢીમાં ખૂબ આકર્ષણ છે. દેશ વિદેશની સેલિબ્રિટી ગોલ્ડમેન, શિલ્પા શેટ્ટી જેમના ચિત્રોની પ્રસંશા કરી ચૂકયા છે તેવા આ આઇપીએસ દ્વારા Every Day Mirecal નામનું પુસ્તક લખ્યું છે, જે ખૂબ પ્રસંશા પામ્યું છે.
તજજ્ઞોના અભિપ્રાય મુજબ Every day Mirecal ( દરરોજનો ચમત્કાર માત્ર એક પુસ્તક નથી, આ એક પ્રેરણા છે. આ પુસ્તક એવો અહેસાસ કરાવે છે કે દરેક દિવસમાં કોઈને કોઈ મહાન બાબત છુપાયેલ હોય છે, અને તેમાં ખૂબ મોટી તકની સંભાવના હોય છે. આપણે વર્તમાન પળોની શકિતને ઓળખીએ અને તેનો સદઉપયોગ કરીએ અને તેના દ્વારા આપણા જીવનને સંતોષ, સફળતા અને વ્યક્તિગત વિકાસથી ભરપૂર બનાવી શકવા સક્ષમ બનીએ. ટુંકમાં કહીએ તો આ પુસ્તક એક ફકત પુસ્તક નહિ, એ એવી પ્રેરણા આપે છે કે દરેક દિવસને ચમત્કાર તરીકે જ જોવુ જોઈએ. આપણા કીમતી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. વાચકોને થશે કે દરેક દિવસ ચમત્કારી હોય છે, તે જાણવાથી ચમત્કાર કેમ થાય, અજય ચોધરીએ આ બાબતના સંકેત કેવા હોય તેની ધીરજપૂર્વક રાહ જોવાની ચાવી વર્ણવી છે.૧૭ પ્રકરણના આ પુસ્તકમાં આવી ઘણી ઉપયોગી બાબતો સામાન્ય લોકોને સમજાય જાય તે રીતે પૂરી પાડી છે. જાણીતાં પ્રકાશક નવભારત દ્વારા આ મોટીવેશન પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
