News of Monday, 18th November 2024
વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો : સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલી લક્ઝરી બસ ફૂટપાથ ઉપર ચડી ગઈ :નવ મુસાફરો ઇજાગ્રસ્ત
ક્રેઇનની મદદથી બસને રોડ ઉપરથી સાઈડમાં લેવી પડી : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી : ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા તા.૧૮ : વડોદરા શહેરના છેવાડે આવેલ જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ ફુટપાટ પર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર નવ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બસ પલટી મારી ગઇ
સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલી લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સાઈ સીતારામ હોટલ પાસે એક ઇકો કારના ચાલકે ડમ્પરને ઓવરટેક કરી લકઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.
નવ મુસાફરો ઇજાગ્રસ્ત થયા
અકસ્માતમાં બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેઇનની મદદથી બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
