<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

GST કૌભાંડનાં આરોપી મહેશ લાંગાને સેશન્સ કોર્ટનો મોટો ઝટકો: જામીન અરજી ફગાવી દીધી

આરોપી પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જુદી-જુદી કલમ હેઠળ ગુનો

GST કૌભાંડનાં આરોપી પત્રકાર મહેશ લાંગાને લઈ મોટા સમાચાર આવ્યા છે. સેશન્સ કોર્ટે આરોપી મહેશ લાંગાની જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આથી, આરોપી સામેનો ગુનો અને તેની ગંભીરતા જોઈને જામીન અરજી ફગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

  પત્રકારના સ્વાંગમાં ફરતા મહેશ લાંગાનાં મસમોટા GST કૌભાંડ સહિતનાં અનેક કારનામાઓનો પર્દાફાશ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહેશ લાંગાએ  સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, કોર્ટે આરોપી પત્રકાર મહેશ લાંગાની જામીન અરજીને ફગાવી દીધી છે. 

  કોર્ટે નોંધ્યું કે આરોપી પત્રકાર સામે ક્રાઈમ બ્રાન્ચમાં જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ ગુનો અને તેની ગંભીરતા જોઈને કોર્ટે જામીન ફગાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, GST ક્રેડિટનાં નામે 28 લાખની છેતરપિંડી મામલે આરોપી પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

 

સેશન્સ કોર્ટે સુનાવણીમાં તમામ દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાનો સવાલ છે, જેથી જામીન ના આપી શકાય. જણાવી દઈએ કે, આરોપી મહેશા લાંગા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં કલમ 420, 467, 468 ,471 ,474 અને 120 (બી) હેઠળ ગુનો નોંધાયો છે. અગાઉ બોગસ કંપનીઓ થકી કરવામાં આવેલા આર્થિક કૌભાંડમાં મહેશ લાંગા સહિત કેટલાક શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી 10 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે.

(6:38 PM IST)