તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી
આંતરિક કામકાજના નિયમો અને હાલમાં સમિતિમાં ચાલતા કામકાજ બાબતે વિસ્તૃત ચર્ચા કરી

ગાંધીનગર :આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ પોનાકન બરૂઆ અને અન્ય ૫ સભ્યો આ અભ્યાસ પ્રવાસમાં સામેલ હતા. આસામ વિધાનસભાની ગૌણ વિધાન સમિતિએ ગુજરાત વિધાનસભાની સીસ્ટર કમિટિ ગૌણ વિધાન સમિતિ સાથે ઔપચારિક બેઠક કરી હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ અનિરૂધ્ધ દવે ઉપરાંત અન્ય ૪ સભ્યો હાજર રહ્યા હતા. બંને સમિતિઓએ આંતરિક કામકાજના નિયમો અને હાલમાં સમિતિમાં ચાલતા કામકાજ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
