<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

વિરમગામના ડુમાણા ગામમાં એડીસી દ્વારા બેંકની સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ઉજવણી ભાગરૂપે સેવાકીય કાર્યક્રમ યોજાયો

ગ્રામજનોને બેંકિંગ સતર્કતા જાગૃતિ માર્ગદર્શન આપવામાં આવ્યું : વૃક્ષારોપણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના ડુમાણા ગામમાં અગ્રણી એડીસી દ્વારા બેંકની સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવની ઉજવણી ભાગરૂપે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. ગ્રામજનોને બેંકિંગ સતર્કતા જાગૃતિ માર્ગદર્શન આપી, લોહીની તેમજ આંખ, કાનની તપાસ કરાઈ હતી. વૃક્ષારોપણ કરાયુ હતુ. બાળકોને બિસ્કીટ વિતરણ કરાયું હતુ તથા મેડિકલ હાઇ ડ્રોલિક બેડ, એર બેડ, વ્હીલચેર, સ્ટીક અને ભજનના વાજિંત્રો જેવા લોકોને ઉપયોગી સાધન સામગ્રી ધી ડુમાણા સેવા મંડળી અને ધી રામનગર સેવા મંડળી માં અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે એડીસી બેંકના એજીએમ  કિરણભાઈ ત્રિવેદી, મયુરભાઈ ચાવડા (ડેલીકેટ), ચેતનભાઈ ચાવડા(પૂર્વ સરપંચ) મંડળીના ચેરમેન  પરષોતમભાઈ ચાવડા, ચિરાગભાઈ ચાવડા તથા મંડળી ના કમિટી સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(7:02 PM IST)