<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

પાટણ GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ કરવાના કેસમાં 15 વિદ્યાર્થીની ધરપકડ

ધરપકડ કરાયેલ તમામ 15 સીનીયર વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે

પાટણ : GMERS મેડિકલ કોલેજ રેગિંગ કરવાના કેસમાં પોલીસે 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. સિનિયર વિદ્યાર્થીઓએ જુનીયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું હતું જેમાં એક વિદ્યાર્થીનુ મોત થયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ, પાટણ પોલીસે રેગિંગમાં સંડોવાયેલા 15 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ તમામ 15 સીનીયર વિદ્યાર્થીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે

(8:10 PM IST)