<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

સાબરકાંઠાના વિજયનગર ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે તવાઈ બોલાવી : 10 નળ કનેક્શન કાપી નાખ્યા

ગ્રામ પંચાયતને 58 લાખથી વધુ ઘરવેરો વસૂલવના મામલે ગ્રામસભામાં રજૂઆત થઈ હતી

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે તવાઈ બોલાવવાનું શરુ કર્યું છે. ગ્રામ પંચાયતને 58 લાખથી વધુ ઘરવેરો વસૂલવના મામલે ગ્રામસભામાં રજૂઆત થઈ હતી. ઘરવેરો ના ભરનારા બાકીદારો મામલે તવાઈ શરૂ કરાઈ છે.

   પ્રથમ દિવસે ગ્રામ પંચાયત દ્વારા 10 નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. છેલ્લા 15 વર્ષથી ઘરવેરો બાકી હોય તેવા સામે કાર્યવાહી કરવાનુ નક્કી કર્યું છે.  સરપંચ અને તલાટી સહિત ગ્રામસભાના નિર્ણયથી વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે

(8:17 PM IST)