<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ડેડીયાપાડાનાં આંગણવાડી વર્કર મનીષાબેન વસાવાને રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલ ન્યુ દિલ્હી (ભારત) દ્વારા લિટલ થિયેટર ગ્રુપ ઓડિટોરિયમ, મંડી હાઉસ, દિલ્હી ખાતે તા.૧૪, નવેમ્બર,૨૦૨૪ નાં રોજ "રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ - ૨૦૨૪" યોજાયો હતો.
    ભારતના અલગ અલગ રાજ્યો માંથી આવેલ કુલ ૧૨૦ જેટલા દેશભક્તો, સમાજ સેવકો, પત્રકારો, ડોકટરો, વકીલો, પોલીસ કર્મચારીઓનું "રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ -૨૦૨૪ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં ગુજરાતનાં નર્મદા જિલ્લામાંથી ડેડીયાપાડા ઘટક -૧ નાં આંગણવાડી કેન્દ્ર ગારદા - ૨ નાં આંગણવાડી વર્કર મનીષાબેન એસ.વસાવાને તેમની શ્રેષ્ઠ સામાજિક કામગીરીને ધ્યાનમાં રાખતા "રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ - ૨૦૨૪" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા જિલ્લામાંથી આંગણવાડી કાર્યકરને "રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ - ૨૦૨૪" સન્માનિત કરાતા નર્મદા જિલ્લા સહિત ICDS વિભાગ અને આદિવાસી સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

(12:39 AM IST)