News of Tuesday, 19th November 2024
નર્મદા એઆરટીઓએ ચેકિંગ દરમિયાન ૮૭૦ ગુનાઓ નોંધી રૂ.૧૯.૨૫ લાખની રિકવરી કરી
ઓક્ટોબર - ૨૦૨૪ ના એકજ મહિનામાં લાખોની રિકવરી કરી નોંધનીય કામગીરી કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી નર્મદા દ્વારા એન્ફોર્સમેન્ટને લગતા જુદા જુદા ગુનાઓમાં વધુમાં વધુ ચેકિંગ હાથ ધરાઈ હતી. જેમાં ઓવરલોડિંગ, ઓવર ડાઈમેન્સન, કલેંન્ડેનસ્ટાઈન ઓપરેશન, વાઈટ એલ.ઈ.ડી., RUPD/SUPD ચેકિંગ, રોંગ લેન ડ્રાઈવિંગ, રેડિયમ પટ્ટી, અંડર એજ ડ્રાઈવિંગ, થર્ડ પાર્ટી વિમા વગર, બેફામ ઝડપે વાહન ચલાવવું, ગુડ્સ વાહનમાં મુસાફરી, પીયુસી ચેકિંગ, ફીટનેસ વગર વાહન ચલાવવું, હેલમેટ, સીટ બેલ્ટ, ભયજનક રીતે વાહન ચલાવવા સહિતના કુલ ૮૭૦ ગુનાઓ નોંધીને અંદાજિત રૂ.૧૯.૨૫ લાખની રિકવરી કરવામાં આવી છે. આમ ઓક્ટોબર - ૨૦૨૪ ના એકજ મહિના માં લાખો ની રિકવરી કરી એઆરટીઓ એ નોંધનીય કામગીરી કરી છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
