તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 19th November 2024
હવે સાઇબર ફ્રોડનો નવો કીમિયો : SBIએ મેસેજથી આપી ચેતવણી
CBI કે IT વિભાગના અધિકારીઓની ઓળખ આપી છેતરપિંડી થઈ શકે માટે સાવધાન રહેવા ગ્રાહકોને અપીલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:આખા ભારત દેશમાં સાઇબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે ફ્રોડ લોકો નવા નવા કિમિયા શોધી લોકોને છેતરી રહ્યા છે જેમાં ખાસ બેંકના ગ્રાહકોને વધુ ટાર્ગેટ બનાવતા હોવાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેમના ગ્રાહકોને ટેક્સ્ટ મેસેજ કરી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરેલા મેસેજમાં જણાવ્યું છે કે છેતરપિંડી કરનારાઓ CBI અથવા IT વિભાગના અધિકારીઓ તરીકે દેખાઈ શકે છે અને તમારી પાસેથી નાણાં પડાવવા માટે કાનૂની કાર્યવાહી અથવા ભારે દંડની ધમકી આપી શકે છે. આવી છેતરપિંડીથી સાવધ રહો.તેવી અપીલ કરવામાં આવી છે.
જોકે પોલીસ સહિત અનેક સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોવા છતાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરેની ઉકિત આજે પણ સાર્થક થાય છે અને લોકો લાલચ કે ડર માં માર્યા આવા ઠગ લોકો નો શિકાર બની મોટી રકમ ગુમાવી રહ્યા છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
