News of Tuesday, 19th November 2024
નર્મદામાં ત્રણ દિવસથી પીએમ કિસાન ફાર્મર રજીસ્ટ્રેશન સાઇડ બંધ રહેતા ખેડૂતોને મુશ્કેલી
ચાલુ મહિનાની ૨૫ તારીખ રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ છે પરંતુ સાઇડ ત્રણ દિવસથી નહિ ચાલતા ખેડૂતો લાભથી વંચિત રહી જશે..?:ગ્રામ પંચાયત પર ખેડૂત કાર્ડ બનાવવા માટે પ્રથમ દિવસે એરર આવતા ઓટીપી આવતો ન હતો અને હાલમાં ઓટીપી આવ્યા બાદ કંફોમ થતુ નથી:ખેડૂતના કાર્ડ બન્યા બાદ લાભાર્થીઓને વર્ષમાં ત્રણ હપ્તે ૬૦૦૦ નો લાભ મળતો હોય જેમાં હાલ સાઇડ બંધ રહેતા ૨૦૦૦ નો હપ્તો નહિ મળવાની શક્યતાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા માં ખેડૂતો માટે પીએમ કિશાન યોજનની સાઇડ બંધ રહેતા આ મહિને લાભ નહિ મળે તેમ લાગી રહ્યું છે, કેમ કે આ યોજના માં રજીસ્ટ્રેશન કરવા માટે ની સાઇડ સતત ત્રણ દિવસથી બંધ રહેતા ખેડૂતો જે તે ગ્રામપંચાયત પર ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ પહેલા દિવસે સાઇડ માં એરર આવતા ઓટીપી આવતો ન હતો અને હાલ માં ઓટીપી આવતો થયો પણ કંફોમ નહિ થતા રજીસ્ટ્રેશન અઘરું રહે છે.
જાણવા મળ્યા મુજબ નાંદોદ તાલુકાના જીતગઢ ગામની તો ત્રણ દિવસથી ગ્રામ પંચાયત પર લાભાર્થી ખેડૂત કાર્ડ બનાવવા જાય ત્યારે સાઇડ બંધ હોવાથી ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર ની આ યોજના માં વર્ષ ના ત્રણ વખત ૨૦૦૦ નો હપ્તો મળી કુલ ૬૦૦૦ હજાર રૂપિયા ખેડૂતો ને મળે છે પરંતુ તેના માટે એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી હેઠળ પીએમ કિસાનના લાભાર્થીઓએ ૨૫/૧૧/૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી તમામ પીએમ કિસાન ના લાભાર્થીઓએ ગ્રામ પંચાયત ના વી સી પાસે રજીસ્ટ્રેશન ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા જાય છે પરંતુ ત્યાં આ સાઇડ નહિ ચાલતા રજીસ્ટ્રેશન વિના કોઈ ને લાભ મળે તેમ નથી, સરકારે બધી બાબત ઓનલાઇન કરી છે જેમાં અનેક યોજનાઓ માં સર્વર બંધ હોય કે અન્ય કોઈક ને કોઈક કારણોસર રજીસ્ટ્રેશન નહિ થાય તો લાભાર્થીઓ ને યોજના નો લાભ મળતો નથી. માટે દરેક યોજનાઓ માં આવી સમસ્યા આવતા લાભાર્થીઓ હેરાન થાય છે અને તેમને મળવાપાત્ર લાભ થી વંચિત રહે છે
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
