<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ગાંધીનગર આવેલી બિન અનામત નિગમ કચેરી દ્વારા નર્મદા જિલ્લાના એકપણ લાભાર્થી ને લાભ મળ્યો નથી

નર્મદા જિલ્લો પછાત જિલ્લો હોવા છતાં સીધા ધિરાણની લોન મંજૂર કરવામાં બિન અનામત નિગમ કચેરીનાં અધિકારીઓ કેમ વ્હાલા દવલાની નીતિ રાખે છે:સૌરાષ્ટ્ર, વડોદરા સહિતનાં જિલ્લાઓનાં લાભાર્થીઓની સીધા ધિરાણ યોજનાની લોન પાસ થઈ પરંતુ નર્મદા જિલ્લાનાં દસ જેવા લાભાર્થીઓની ફાઇલ છ મહિનાથી ત્યાં ધૂળ ખાઈ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો પછાત જિલ્લામાં ગણતરી થાય છે અને આ જિલ્લામાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ પણ નથી જેથી બેકાર યુવાનો અને યુવતીઓ નોકરી ધંધા વિના આ કારમી મોંઘવારીમાં ફાંફાં મારી રહ્યા છે તેવામાં પીએમ મોદી એ જાહેર કરેલી સીધા ધિરાણ લોનની વાત સાંભળી બેકાર યુવાન, યુવતીઓ ખુશ થયા હતા અને આ લોન લઈ આપણો પોતાનો ધંધો કરી આવક મેળવીશું તેવી આશા વ્યક્ત કરી હતી પરંતુ નર્મદાનાં દસ જેવા લભાથીઓની બિન અનામત નિગમ ની કચેરી ગાંધીનગર ખાતે મુકેલી ફાઇલ ને છ મહિનાથી વધુ સમય વિતી ગયો છતાં હજુ એકપણ લાભાર્થીની લોન મંજૂર થઈ નથી. જોકે તમામ લાભાર્થીઓ ની ફાઈલ માં ઘટતા દસ્તવેજો કે અન્ય ક્વેરી ગાંધીનગરથી ક્લીઅર કરાવ્યા બાદ પણ કોઈની લોન મંજૂર થાય નથી

   જાણવા મળ્યા મુજબ આ કચેરી દ્વારા સૌરાષ્ટ્ર, વડોદરા સહિત અનેક જિલ્લાઓ નાં લાભાર્થીઓ ની લોન મંજૂર કરાઇ છે તો પછાત એવા નર્મદા જિલ્લા ની ફાઇલ કેમ ત્યાં છ મહિના થી ધૂળ ખાઈ છે..? સરકાર ગરીબ મધ્યમ વર્ગ નાં લોકો માટે અનેક યોજનાઓ મૂકે છે પરંતુ જેતે કચેરી નાં અધિકારીઓ કે વચેટિયાઓ પોતના અંગત ફાયદા ખાતર યોજના નો લાભ આપવામાં મોડું કરે છે અને અંગત ફાયદો નાં થાય તો જેતે લાભાર્થીને જે તે યોજના નો લાભ પણ મળતો નથી.
જોકે સીધા ધિરાણની આ યોજનામાં લાભ લેવા નર્મદા જિલ્લાનાં દસેક લાભાર્થીઓએ અરજી કરી છે, સાથે ધારાસભ્ય નો ભલામણ પત્ર પણ આપ્યો હોવા છતાં આંખે પાટા બાંધી બેઠા હોય તેમ આ કચેરીનાં અધિકારીઓ આ પછાત જિલ્લાના લાભાર્થીઓ તરફ જોતા નથી અને છેલ્લા લગભગ છ મહિનાથી ફાઇલ ફેંકી રાખી છે.
લાગતાં વળગતા મંત્રીઓ આ યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓને મળે તે દિશા માં કાર્યવાહી કરી યોજના નો સાચો અર્થ સાર્થક કરે તેવી માંગ ઉઠી છે.

(12:54 AM IST)