News of Tuesday, 19th November 2024
કરજણ ડેમ જળાશયની જમણી અને ડાબી નહેર માંથી સિંચાઈના પાણી છોડાતાં ખેડૂતોમાં ખુશી
કરજણ ડેમ જળાશયની નહેરોની આસપાસ ઝાડી ઝાંખરા વનસ્પતિ ઉગી નિકળ્યા હોય જેની સાફ સફાઈ જરૂરી

(ભરત શાહ દ્વારારાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ કરજણ નદી ઉપર કરજણ ડેમ જળાશય યોજના આવેલી છે, ચાલુ વર્ષે ચોમાસામાં નાંદોદ, દેડિયાપાડા, નેત્રંગ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો તેને કારણે કરજણ ડેમ જળાશય પાણીની યોજના સંપૂર્ણ ભરાઇ ગઈ છે.
અત્યારે દેવ દિવાળી પછી કરજણ ડેમ જળાશય યોજનાની જમણાં કાંઠાની મુખ્ય નહેર માંથી સિંચાઈના પાણી છોડવામાં આવી રહ્યા હોવાથી ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી છે,નાંદોદ તાલુકાના ગામડાંઓના ખેડૂતોને સિંચાઈના પાણી શિયાળું રવિપાક જેવા કે કપાસ, તુવેર, દિવેલા, કેળ અને શેરડી, ચણા , શાકભાજી અને ઘંઉના પાકને સિંચાઈના પાણી મળી રહ્યા છે. કરજણ ડેમ જળાશયની ડાબા કાંઠા ની નહેર માંથી નાંદોદ, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણી મળી રહ્યા છે. જેમાં શિયાળું રવિપાક માં કપાસ તુવેર, મગફળી, મકાઈ, કેળ, શેરડી, ઘંઉ ચણા અને અન્ય પાકોને સિંચાઈના પાણી મળતાં ખેડૂતો ખુશ થયા છે.
કરજણ ડેમ જળાશય યોજનાની જમણાં કાંઠાની મુખ્ય નહેર અને કરજણ ડેમ જળાશય યોજનાની ડાબા કાંઠાની મુખ્ય નહેરની આસપાસ કાંટાળી વનસ્પતિ, ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી,કરજણ ડેમ જળાશય યોજનાના મુખ્ય અધિકારી દ્વારા નહેરોની સાફ સફાઈ કરવામાં આવતી નથી માટે ખેડૂતોમાં રોષ જોવા મળે છે જેથી સત્વરે સાફ સફાઈ કરવામાં આવે એવી ખેડૂતોએ માંગણી કરી છે
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
