News of Tuesday, 19th November 2024
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનાં ડૉ. પ્રશાંતને VIP ટ્રીટમેન્ટ આપવી ભારે પડી! ફરજમાં નિષ્કાળજી બદલ PSO લાલસંગ સાગરદાન સસ્પેન્ડ : વસ્ત્રાપુર vPI એલ.એલ. ચાવડાની પણ તપાસનો હુકમ
બીજી તરફ એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, ખ્યાતિ હોસ્પિટલનાં મોટા માથાઓને છાવરનારા સામે કેવી અને ક્યારે કાર્યવાહી કરાશે ? ખ્યાતિ હોસ્પિટલનાં કાંડનાં પાપીઓને કોની શેહ નીચે છૂટછાટ મળી રહી છે?

અમદાવાદ તા.૧૯ : સતત વધી રહેલી હત્યાની ઘટનાઓ અને ગુનાખોરીને લઈ પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ પર બેજવાબદારી અને નિષ્ક્રિયતા દાખવવા બદલ જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે શહેરનાં ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં બે PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ એક પોલીસકર્મીને ફરજ મોકૂફ કરાયા છે.
ફરજમાં નિષ્કાળજી દાખવનાર પોલીસકર્મી સસ્પેન્ડ
પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં ધરપકડ કરાયેલ આરોપી ડો. પ્રશાંત વજીરાણીને પોલીસ સ્ટેશનમાં VIP ટ્રીટમેન્ટ આપનારા PSO લાલસંગ સાગરદાનને ઝોન-1 દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PI એલ.એલ. ચાવડા સામે પણ તપાસનો હુકમ કરાયો છે. રાજ્ય પોલીસવડાએ અમદાવાદ ગ્રામ્ય SP ને તપાસ સોંપી છે. બીજી તરફ એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, ખ્યાતિ હોસ્પિટલનાં મોટા માથાઓને છાવરનારા સામે કેવી અને ક્યારે કાર્યવાહી કરાશે ? ખ્યાતિ હોસ્પિટલનાં કાંડનાં પાપીઓને કોની શેહ નીચે છૂટછાટ મળી રહી છે?
ગઈકાલે શહેરનાં ઇતિહાસમાં પહેલીવાર એક દિવસમાં બે PI સસ્પેન્ડ થયાં
જણાવી દઈએ કે, ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફરજમાં નિષ્કાળજી દાખવા અને ધીમી કાર્યવાહી કરવા બદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI એસ.એ.પટેલને અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં PI BD ઝિલારિયાને ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આજે વધુ એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
