News of Tuesday, 19th November 2024
ગુજરાતમાં હવે ઠંડીમાં ધીમે ધીમે થતો વધારો કચ્છના નલીયા કરતા ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ : હવામાન અંગેની સાત દિવસની આગાહી :અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે
ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે પરંતુ એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ વધારે ઘટાડો નહીં નોંધાય : હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ. કે. દાસ

અમદાવાદ: તા.૧૯ :ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડી જામતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 15 ડિગ્રી નોંધાયુ છે. જયારે નલિયામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની જાણકારી આપી છે.
અમદાવાદ કેન્દ્રના, હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ. કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે પરંતુ એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ વધારે ઘટાડો નહીં નોંધાય.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયુ છે. જે છેલ્લા 24 કલાકની સરખામણીમાં એક ડિગ્રી જેટલું નીચું ગયુ છે. તો પણ આ તાપમાન સામાન્યથી વધારે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયુ છે. જે છેલ્લા 24 કલાકમાં 0.8 ડિગ્રી વધ્યું છે. જે નોર્મલથી ત્રણ ડિગ્રી વધારે છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની દિશા ઉત્તર પૂર્વ દિશામાં છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે નલિયામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો અમરેલી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ હતુ. તો ભાવનગર, પોરબંદર અને દમણમાં 19 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયુ છે.
ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડી જામતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 15 ડિગ્રી નોંધાયુ છે. જયારે નલિયામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની જાણકારી આપી છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
