<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

લેખક અનેયોગાચાર્ય શ્રી ભાણદેવજી મહારાજ દ્વારા SGVP ગુરુકુલ ખાતે યોગ તાલીમ,શ્રીમદ્ ભાગવત કથા

અમદાવાદ:  દિવાળીનું વેકેશન પૂર્ણ થતા, શૈક્ષણિક સત્રના પ્રારંભેશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમ્ છારોડી અમદાવાદ ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ  લેખક અને યોગાચાર્ય શ્રી ભાણદેવજી મહારાજ દ્વારા SGVP ગુરુકુલ ખાતે અનુષ્ઠાન તેમજ યોગ તાલીમ,શ્રીમદ્ ભાગવત કથા રાખવામાં આવેલ છે. જેમાં વેદ વેદાન્ત વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા  પ્રાધ્યાપકો અને અભ્યાસ કરતા ઋષિકુમારો જોડાયા છે.તથા  SGVP ગુરુકુલના પરિવારના તમામ સભ્યોમાટે આ યોગિક તાલીમ અને ધ્યાનની તાલીમ્ દરરોજ સવારે 6-45થી 7-30 દરમ્યાન શ્રી ભાણદેવજી મહારાજ દ્વારા રાખવામા આવેલ છે.
સાથે સાથે પરમ પૂજ્ય અક્ષર નિવાસી પુરાણી ભકિતપ્રકાસદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં તા. 18 થી એક સપ્તાહ માટે જપ- અનુષ્ઠાન સવારે 8 થી 10-30 પણ રાખવામાં આવેલ છે. ભાગવત કથા સાંજે 5 થી 7-30 દરમ્યાન રાખવામાં આવેલ

(6:48 PM IST)