<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પારનેરા ડુંગર પર મંદિરમાં શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત: CPR આપી જીવ બચાવવા પ્રયાસ નિષ્ફ્ળ

આખી ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ:એક ભક્ત એકા એક ઢળી પડ્યો:હાજર લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચાવી શકાયો નહીં.

વલસાડ ખાતે મંદિરમાં ભક્તનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. આ આખી ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે મંદિર પરિસરમાં ભક્ત દર્શન કરી રહ્યો હતો. આ સમયે તેને એકા એક હાર્ટએટેક આવ્યો હતો .

પારનેરા ડુંગર પર મહાદેવ મંદિરમાં ભક્તને હાર્ટ એટેક આવ્યો હતો. મંદિરમાં પૂજા કરતી વખતે જ આ વ્યક્તિ ઢળી પડ્યો હતો. CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવ્યો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો.હતો

આ આખી જે ઘટના હતી તે મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, કઈ રીતે એક ભક્ત જે એકા એક ઢળી પડ્યો. જોકે હાજર લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચાવી શકાયો નહીં.

(10:03 PM IST)