<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવજી

ડબલ એન્જિન સરકારની બમણી વિકાસ ગતિ માટે મધ્ય પ્રદેશની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવજીએ ગાંધીનગરમાં લીધી હતી.

મુખ્યમંત્રીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીને ઉષ્મા સભર આવકાર આપીને તેમને કચ્છની પ્રખ્યાત હસ્ત કલાકારીગરીની સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં  વિકાસનું રોલ મોડેલ બન્યું છે તે અંગે જાણવામાં આ બેઠક દરમ્યાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ રસ દાખવ્યો હતો.
એટલું જ નહીં ડબલ એન્જિન સરકારની બમણી વિકાસ ગતિ માટે મધ્યપ્રદેશની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

(10:49 PM IST)