News of Wednesday, 20th November 2024
વડોદરાની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્માન કાર્ડમાંથી સસ્પેન્ડ કરાઈ
માંજલપુર સ્થિત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં કેન્સર ટ્રીટમેન્ટના ઓનકોલોજી વિભાગ આયુષ્માન કાર્ડમાંથી સસ્પેન્ડ

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં આચરાયેલી આયુષ્માન કાર્ડમાં ગેરરીતિ બાદ વડોદરામાં પણ તેની અસર જોવા મળી છે. વડોદરાની માંજલપુર સ્થિત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં કેન્સર ટ્રીટમેન્ટના ઓનકોલોજી વિભાગને આયુષ્માન કાર્ડમાંથી સસ્પેન્ડ કરાઈ છે.
બીજીતરફ ડોક્યુમેન્ટમાં ક્ષતિના કારણે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયાનું સંચાલકોએ ગાણું ગાયું છે. સાથે જ સંચાલકોએ સ્પષ્ટતા કરી કે ખ્યાતિ હોસ્પિટલ સાથે તેમની હોસ્પિટલને કોઈ જ સંબંધ નથી. સુરતની સન સાઈન હોસ્પિટલમાં કદાચ એકાદ વખત ખ્યાતિના ડોક્ટરોએ વિઝિટ કરી હશે. તપાસ બાદ સત્ય બહાર આવે તેવી શક્યતા છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
