<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નિહાળશે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ

સાંજે સીટી ગોલ્ડમાં સીએમ સાથે પદાધિકારીઓ પણ આ ફિલ્મ નિહાળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ આજે સાંજે સિટી ગોલ્ડમાં  ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળશે. પીએમ  મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ પણ ફિલ્મની કરી ચૂક્યા છે સરાહના, મુખ્યમંત્રીની સાથે સાથે પદાધિકારીઓ પણ આ ફિલ્મ નિહાળશે.

   દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં ખ્યાતિકાંડને લઈને ચર્ચા થાય તેવી શક્યતાઓ રહેલી છે. ખ્યાતિકાંડ મામલે આરોગ્ય અને ગૃહ વિભાગે કયા કયા પગલાં લીધા તેની પણ સમિક્ષા કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં સોમનાથમા મળનારી ચિંતન શિબિર, ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખાતરની અછતને લઇને પણ ચર્ચા કરવામાં આવશે

(1:13 PM IST)