News of Wednesday, 20th November 2024
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી
સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા અનુભવી

પાટણ તા. ૨૦ : પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના રેવડિયા મેળા તરીકે જગ પ્રસિદ્ધ સપ્તરાત્રી મેળા ના અંતિમ દિવસે દર વર્ષની જેમ પરંપરા અનુસાર શ્રીપદ્મનાભ મંદિર વાડી ખાતે આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મૂળ પાટણના વતની અને સૌરાષ્ટ્રને કર્મભૂમિ બનાવી પાટણની ધન્યધરાને ગૌરવ આવનાર જાણીતા ધર્મપત્રકાર સ્વ.મનસુખભાઈ સ્વામીના પરિવાર
જનો દ્વારા મંદિર શિખર પર ધજા ચડાવવામાં આવી હતી.
શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત મંદિર શિખર પર ધજા ચડાવવાના આ પવિત્ર કાર્યમાં સ્વર્ગસ્થ મનસુખભાઈ સ્વામી પરિવારના અ.સૌ. હેતલબેન યશપાલભાઈ સ્વામી, અ.સૌ. ચેતનાબેન સતિષભાઇ સ્વામી તેમજ ડોલીબેન, મીનાબેન અને તેમના પરિવારજનોએ ઉપસ્થિત રહી પુજા - અર્ચના અને આરતી સાથે મંદિર શિખર પર ધજા ચડાવી વિશ્વ કલ્યાણની કામના વ્યકત કરી ભગવાન શ્રી ગોપેશ્વર મહાદેવ ના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
