News of Wednesday, 20th November 2024
અમદાવાદમાં યોજાયો દાદા સાહેબ ફાળકે ચિત્રનગરીનો જાજરમાન એવોર્ડ સમારોહ
કલા જગતના કસબીઓનું સન્માન : નવી ગુજરાતી ફિલ્મ 31 નું ટ્રેલર લોન્ચ : રૂપેરી પડદાના અનેક જાણીતા ચહેરાઓની હાજરી

અમદાવાદ તા.૨૦ : તાજેતરમાં અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ક્લાઉડ એન્ટરટેઇન્મેન્ટ અને બોમ્બે એન્ટરટેઇન્મેન્ટ દ્વારા દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સીટી એવોર્ડનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પ્રથમવાર યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રૂપેરી જગતની અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી હતી. આ સમારોહમાં કલા જગતના અનેક કસબીઓનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરાયું હતું.
આ એવોર્ડ શોના આયોજક ભૌમિક પટેલ (ક્લાઉડ એન્ટરટેઇન્મેન્ટ) અને રાજુભાઈ ટાંક (બોમ્બે એન્ટરટેઇન્મેન્ટના ફાઉન્ડર)એ જણાવ્યું હતું કે સિનેમાના વારસાની ઉજવણી કરવા અને કલા જગતમાં યોગદાન આપનારા કલાકારોનું સન્માન કરવા માટે અમદાવાદમાં પ્રથમ વખત આ દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વીઆઈપી ગેસ્ટ હિતેન તેજવાની (ટીવી જગતના ખ્યાતનામ કલાકાર), સેલિબ્રિટી ગેસ્ટ ડો. જ્યોતિ જાંગીઆની (એસ્ટ્રોલોજર અને ઇન્ટરનેશનલ ટેરોટ હિલર) સહિત કલા જગતના અનેક નામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં માયાભાઇ આહીરને શ્રેષ્ઠત્તમ લોકસાહિત્યકાર, ઓસમાણ મીરને વર્સેટાઇલ પ્લેબેક સીંગર, હેમંત ચૌહાણને પદ્મ શ્રી ભજન રત્ન, ગીતા રબારીને વોઇસ ઓફ ગુજરાત, બિરજુ બારોટને ભજન રત્ન ઉપરાંત અનેક કલાકારોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં ઉપસ્થિત કલા રસિક જનતાએ તમામ કલાકારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
આ એવોર્ડ સમારોહનું અન્ય એક મુખ્ય આકર્ષણ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર હતું.
મહેમાનોની ઉત્સુકતા વચ્ચે ક્રાઇમ થ્રિલર વસ્તુ વિષયક ગુજરાતી મુવી 31સ્ટ ની રિલીઝ ડેટ અને ટ્રેઇલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સત્ય ઘટના પરથી પ્રેરિત છે, જેના ડિરેક્ટર અને રાઇટર પ્રણવ પટેલ, પ્રોડયુસર ભૌમિક પટેલ, જયેશ પટેલ અને જયેશ પરમાર, કો-પ્રોડયુસર અજય પટેલ છે. આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, પ્રાચી ઠાકર, પરીક્ષિત તમાલીયા અને ચેતન દૈયા છે.
આ ફિલ્મ ક્રાઇમ અગેઈન્સ્ટ વુમન વિષે અવાજ ઉઠાવે છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે જેને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
