<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

અમદાવાદના વટવામાં પોલીસના દરોડા, ૨૦૦ કફ સિરપની બોટલ સાથે મહિલાને ઝડપી

 

અમદાવાદઃ તા.ર૦: અમદાવાદ માં ડ્રગ્‍સ,ચરસ અને ગાંજા માટે પોલીસની ધોંસ વધતા નશીલા પદાર્થોનો વેપલો કરતા યુવાધાન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે બીજી તરફ આ યુવા પેઢીને બરબાદીના માર્ગે ધકેલવા માટે કેટલા તત્‍વો પણ કફ સિરપ લાવીને આપી રહ્યા છે.

        ઝોન-૬ સ્‍ક્‍વોર્ડ દ્વારા ચોક્કસ બાતમી આધારે વટવામાં દરોડા પાડીને એક મહિલાને કફ સિરપની ૨૦૦ બોટલો સાથે પકડી પાડી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સદ્વાવના ચાર માળિયા મકાનમાં પોલીસે દરોડો પાડીને મહિલાના દ્યરમાંથીᅠ રૃા. ૩૬,૬૩૦ કિંમતની સિરપનીᅠ બોટલો કબજે કરી હતી.(૩૯.૬)

(3:36 PM IST)