News of Wednesday, 20th November 2024
પાલનપુર સહકારી મંડળીના તપાસ અધિકારી ર૦૦૦ની લાંચ લેતા પકડાયા
ભુજ એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ વધુ એક લાંચીયા અધિકારીને દબોચી લેવાયો

રાજકોટઃ પાલનપુરમાં સહકારી મંડળીઓના કરાર આધારીત તપાસ અધિકારી ડાયાભાઇ નાથાભાઇ ડોડીયાને રૂા. ર૦૦૦ની લાંચ લેતા બનાસકાંઠા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ઉચાપત તથા ગેરરીતીની તપાસમાં ફરીયાદીએ પોતાની અરજી બાબતે ખામી નહિ કાઢવા તપાસ અધિકારી ડોડીયાએ ર૦૦૦ રૂપીયાની લાંચની માંગણી કરતા ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતા ભુજ એસીબી બોર્ડર એકમના ડીવાયએસપી કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબીના પીઆઇ એન.એચ.મોર તથા સ્ટાફે છટકું ગોઠવી લાંચ લેતા અધિકારીને રંગે હાથે ઝડપી લીધો હતો.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
