News of Wednesday, 20th November 2024
આરોપી દ્વારા પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ બીજી હત્યા કરેલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચકચારી મામલામાં ભેદ ઉકેલ્યો
એકાંત સ્થળોએ લૂંટ માટે હત્યા કરતા અચકાતો નહતો, કચ્છ તપાસમાં નવું રહસ્ય ખુલ્યુ : ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી જોઇન્ટ સીપી શરદ સિંધલના માર્ગદર્શનમાં ડીસીપી અજીત રાજીયાણ ટીમને મોટી સફળતા

રાજકોટ તા.ર૦: બબ્બે હત્યાના મામલામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી અંગે પગેરું મેળવી તેનું ડેથ થયા અંગેનાં પુરાવા ખૂબ જહેમતપૂર્વક શોધી કાઢવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વ હેઠળ અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી, જોઇન્ટ સીપી શરદ સિંદ્યલના માર્ગદર્શનમાં સફળતા મળી છે.
સરખેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૮ર૪૦૧૮પ/ર૦ર૪, આઇપીસી કલમ ૩૦૭ મુજબનો ગુનો ૧૯/૦૩/ર૪ ના રોજ નોંધાયેલ જે ઇજાગ્રસ્ત આદિલના મોટાભાઇ આસીફભાઇ વારીસભાઇ શેખની ફરિયાદ પરથી નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ સરખેજના શંકરપુરા છાપરા સામે બજાજ સ્ટીલ નામની કંપનીની સામે વહેલી સવારે ેએક વ્યકિતએ તિક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી જે અંગે ઉપરોકત ગુનો નોંધવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચે શકમંદનો ફોટો અને આરોપીની મોડસ ઓપરેન્ડીની તપાસ કરતા આરોપી યાસીનખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઇબ્રાહીમખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીની તપાસ કરતા આરોપી આઇપીસીની કલમ ૩૦ર,૩૯ર હેઠળ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહયો હતો. તેણે ૧ર/૦ર/ર૪ થી ર૩/૦ર/ર૪ સુધી પેરોલ રજા મેળવી હતી.
આ આરોપીએ ૧૯/૦૩/ર૪ ના રોજ વહેલી સવારે બજાજ સ્ટીલ કંપનીની સામે સહજાનંદ એસ્ટેટ શંકરપુરા, સરખેજના છાપરા સામે જાહેરમાં લૂંટના ઇરાદે તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
હ્યુમન ઇન્ટેલિજન્સ ઇનપુટ દ્વારા જાણવા મળ્યું હતું કે આરોપી કચ્છના ગાંધીધામ ખાતે તેના ભાઇના ઘરે હતો. આ સંદર્ભે આરોપીના ભાઇ મહેબુબ ઇબ્રાહીમખાન પઠાણ, ર૯/બી ગાયત્રી હોમ્સ, એરપોર્ટ રોડ, વર્ષા મેડી, અંજાર, કચ્છ ખાતે રહેતા તેની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે, આરોપી તેના ભાઇ યાસીનખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઇબ્રાહીમખાન પઠાણનું મૃત્યુ થયુ હતું. ૦પ/૦૮/ર૪ ના રોજ ગાંધીધામના ચુંગીનાકા ખાતે પુલ પરથી પડી ગયા બાદ.
આ સંદર્ભે આરોપીનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવ્યું છે. આ અંગે સરખેજ પોલીસ મથકે રીપોર્ટ મોકલી વણઉકેલાયેલ ગુનો ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
