News of Wednesday, 20th November 2024
રાજયમાં તાપમાનમાં ૪-પ દિ કોઇ નોંધાત્ર ઘટાડો નહી થાયઃ એકાદ-બે ડીગ્રીની વઘધટ થશે
આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશેઃ હવામાન ખાતું

અમદાવદઃ રાજયમાં વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. પવન દિશા ઉત્તરપૂર્વની થતાં જ તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે. ર૪ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટયું છે. આ સાથે જ રાજયના મોટાભાગના વિસ્તારોમાં લદ્યુત્તમ તાપમાન ર૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તેમજ કેટલાક શહેરોમાં લદ્યુતમ તાપમાન ૧૬ ડિગ્રી પણ નોંધાયું છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેકટર એ.કે.દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં આવે પરંતુ એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઇ શકે છે પરંતુ વધારે ઘટાડો નહીં નોંધાય.
એ.કે.દાસે જણાવ્યું કે, પવનની દિશા ઉત્તર પૂર્વ દિશામાં છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે. તાપમાનમાં કોઇ મોટો તફાવત જોવા નહીં મળે.હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઇ રહેલ હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજયમાં પણ ઠંડો પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
