<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

સસ્‍તા અનાજની દુકાનોમાં ઇ-પ્રોફાઇલ ન બનતા વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાઇઃ ગરીબ ગ્રાહકો હેરાન

રાજય સરકારના નિર્ણયમાં ફેર વિચારણા કરવા દુકાનદારો અને ગ્રાહકોની માંગણી

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ર૦: ગુજરાત રાજય સરકાર દ્વારા રાજયની સસ્‍તા અનાજની દુકાનોમાં ઇ-પ્રોફાઇલ બનાવવા મુદ્‌ આદેશ કરતા અનેક સસ્‍તા અનાજની દુકાનો બંધ કરી દેવાતા ગરીબ ગ્રાહકો ભારે હેરાન થયા છે.

રાજય સરકારના પુરવઠા તંત્ર દ્વારા નવી પધ્‍ધતિથી રેશનીંગની દુકાનદારોને ઇ-પ્રોફાઇલ નહીં બનતા રાજયના ૬૦૦ ઉપરાંત સસ્‍તા અનાજની દુકાનો બંધ થતા ગરીબ ગ્રાહકો અનાજ વિના રઝળી પડયા છે. રાજય સરકાર ઉતાવળીયો અને તઘલખી નિર્ણય લેતા સમગ્ર ગુજરાતમાં અનાજથી વંચિત થયા છે. તેમજ સંખ્‍યાબંધ દુકાનો બંધ થતા ઇ-કેવાયસીની કામગીરી પણ ખોરવાઇ ગઇ છે. સરકારના આવા ઉતાળીયા અને તઘલખી નિર્ણય સામે રાજય સરકારના પુરવઠા તંત્ર સામે ભારે રોષ વ્‍યાપેલ છે.

જે દુકાનના સંચાલકની ઉંમર ૭૦ વર્ષ ઉપરની હોય અને તેમના ફીંગર પ્રિન્‍ટ ન આવે જેથી ઇ-પ્રોફાઇલ ન બને જેથી દુકાનદારનું કોમ્‍પ્‍યુટર બંધ કરી વિતરણ વ્‍યવસ્‍થા અટકાવી દેવામાં આવે મહેનત મજુરી કરતા દુકાનદારે પણ ઓકટોમ્‍બર માસનું રેશનીંગ છે. કમીશન પણ ન મળે સરકાર, ગ્રાહકોના અંગુઠાનું આ વર્ષે તેને મોબાઇલ ઓટીપીથી આપી શકાય પાર્ટિસભ્‍યને આપી શકાય મામલતદાર નાયબ મામલતદારને ઓટીપીની સુવિધા થાય તો જ ઉંમર લાયક દુકાનદારને ઓટોપીની સુવીધા આપી તાકીદે જે સસ્‍તી અનાજની દુકાનો બંધ કરી છે તે ચાલુ કરી ગરીબ ગ્રાહકોને અનાજનું વિતરણ કરી આપવા પ્રજાની માંગ ઉઠી છે.

કોઇ પરીવારમાં ભાઇ ભત્રીજો કે પુત્ર દુકાન ચલાવતો હોય તેને બોગસ ગણી ઇ-પ્રોફાઇલ થતા આવી સંખ્‍યાબંધ દુકાનો બંધ થઇ જવા પામી છે. રાજય સરકારના ઉતાવળમાં અને પોલીસીની નામે તઘલખી નિર્ણયે ગરીબ પ્રજાને અનાજ વિના રઝળી પડયા છે. સમગ્ર ગુજરાતના ખાતર માટે લાઇનો લાગી છે. આ મુદ્દે યોગ્‍ય કરવા માંગ ઉઠી છે.

(4:31 PM IST)