News of Wednesday, 20th November 2024
રાજ્યમાં એકસાથે પાંચ અધિક મદદનીશ ઈજનેર ( સિવિલ )ને ઓફિસરોને પાણીચું પકડાવાયું
પડતર ખાતાકીય તપાસ,ફોજદારી કેસ કર્મચારીઓની અપરિપક્વ નિવૃત્તિ બાદ પણ ચાલુ રખાશે

ગુજરાત મુલ્કી સેવા(પેન્શન) નિયમો-૨૦૦૨ના નિયમ-૧૦(૪)ની જોગવાઈ તેમજ સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકારના તા.૨૯/૦૯/૨૦૨૩ના ઠરાવની વિગતો તથા સરકાર તરફથી વખતો વખત બહાર પાડેલ ઠરાવ/પરીપત્રોની વિગતો ધ્યાને લઇ રાજ્યના પાંચ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩(પગાર ધોરણ આર.ઓ.પી.-૨૦૧૬ મુજબ Pay Matrix ના લેવલ-૭ના રૂા. ૩૯,૯૦૦/- ૧,૨૬,૬૦૦/-) સંવર્ગના કર્મચારીઓને જાહેરહિતમાં તાત્કાલિક અસરથી આ હુકમની તારીખથી કચેરી સમય બાદથી અપરિપક્વ નિવૃત્ત કરવામાં આવે છે.
જશવંતસિંહ મગનભાઇ પરમાર વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગ, દાહોદ હસ્તક નાની સિંચાઈ પેટા વિભાગ, દેવગઢ બારીયા
પ્રદિપભાઈ વજાભાઈ ડામોર સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
બાબુભાઈ રામાભાઇ દેસાઇ સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હસ્તક સુજલામ સુફલામ વિભાગ નં.૨, વિસનગર હસ્તક સુજલામ સુફલામ પેટા વિભાગ નં. ૧૧, પાટણ
અરવિંદભાઈ ભીખુભાઇ માહલા સુરત સિંચાઈ વર્તુળ, સુરત હસ્તક ડ્રેનેજ વિભાગ નં.૨, સુરત હસ્તક ડ્રેનેજ ડીઝાઈન પેટા વિભાગ, સુરત
કર્મચારીઓને ત્રણ માસના પગાર અને ભથ્થાં ચુકવવાના રહેશે. આ ચુકવણી માટે તેઓને આ હુકમના આગળના દિવસે જે પગાર અને ભથ્થુ મળવાપાત્ર હતું તે ધ્યાને લઈ ગણતરી કરવાની રહેશે.
તેમની સામેના કર્મચારી સામેના શિક્ષાના હુકમની અમલવારી ચાલુ હોઇ તે અંગે સમીક્ષા કરવાની રહેશે , કર્મચારીઓ સામેની પડતર ખાતાકીય તપાસ તથા ફોજદારી કેસ કર્મચારીઓની અપરિપક્વ નિવૃત્તિ બાદ ચાલુ રહેશે અને ગુજરાત રાજ્ય સેવા(શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ અને ગુજરાત મુલ્કી સેવા(પેન્શન) નિયમો, ૨૦૦૨ હેઠળ સમીક્ષાને પાત્ર રહેશે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
