News of Wednesday, 20th November 2024
આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતી: 2800થી વધુ જગ્યા માટે કાલથી કરી શકાશે અરજી : 10 ડિસેમ્બર છેલ્લી તારીખ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતીની જાહેરાત : જાણો ક્યાં પદ માટે કેટલી જગ્યાઓ પર થશે ભરતી : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ભરતીની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા અને ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આરોગ્ય વિભાગમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 હજારથી વધુ પદો પર ભરતી કરવામાં આવશે.
આ અંગે GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આરોગ્ય વિભાગમાં કુલ 2800કરતા વધુ પદો પર ભરતી થશે.
આરોગ્ય વિભાગની 2800 જગ્યાઓ માટે આવતીકાલે બપોરે 1 વાગ્યાથી OJASથી અરજી કરી શકાશે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. આ પદ માટે ગુજરાતના ડોક્ટરો તેમજ મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
સરકારી દવાખાના તથા મેડિકલ કોલેજમાં ડોક્ટરો તથા પ્રાધ્યાપકો મળી રહે, તે હેતુથી આયોગ દ્વારા કુલ 2800થી વધુ જગ્યાઓ માટે 29 સંવર્ગની જાહેર ખબર વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
મેડિકલ ઑફિસર ક્લાસ-2 ઑફિસરની 1506 જગ્યા, જનરલ સર્જન સ્પેશિયાલિસ્ટ માટે 200થી વધુ જગ્યા, ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટની 227 જગ્યા, ગાયનેકોલૉજી એક્સપર્ટના 273 પદ, ઓર્થોપેડિક સર્જનની 35, ડર્મેટોલૉજીસ્ટના 9, રેડિયોલૉજીસ્ટની 47, એનેથેસિસ્ટની 106 તેમજ વીમા મેડિકલ ઑફિસરના 147 પદો પર ભરતી કરવામાં આવશે. આ સિવાય ગુજરાત નર્સિંગ સેવા વર્ગ-1ના કુલ 5 પદો પર ભરતી થશે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન નર્સિંગની લાયકાત સાથે 15 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે.

(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
