<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રાજ્યમાં 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર:જાણો અન્ય શહેરોનું તાપમાન : જુઓ સંપૂર્ણ યાદી

15.8 ડિગ્રી સાથે પોરબંદર રાજ્યનું બીજું ઠંડુ શહેર :રાજકોટમાં 16.4 ડિગ્રી અને ભુજમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ :ગુજરાતમાં હવે ધીમે-ધીમે ઠંડી જામી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથ લઘુત્તમ અને મહત્તમ તાપમાન ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં પણ 18.6 ડિગ્રીએ લઘુત્તમ પારો પહોંચ્યો છે. જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાતા શહેરમાં ઠંડી અનુભવાઈ છે. જોકે હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. 

(10:46 PM IST)