News of Wednesday, 20th November 2024
ચાલુ બાઈક પર યુવતીને ખોળામાં ઉંધી બેસાડી રોમાન્સ : બન્ને જણાએ કર્યા અશ્લિલ ચેનચાળા :યુવકની અટકાયત
જૂનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ હરકતમાં: પોલીસે બાઈક નંબરના આધારે યુવક સુધી પહોંચીને અટકાયત કરી:સ્પોર્ટ્સ બાઈક પર કબજે કર્યું

સુરત : સોશિયલ મીડિયામાં સુરતના એક યુવક અને યુવતીનો બાઈક પર બેસીને જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક બાઈક ચલાવી રહ્યો છે, જ્યારે યુવતી તેના ખોળામાં ઉંધી બેસીને બન્ને જણા અશ્લિલ ચેનચાળા કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની અટકાયત કરીને તેનું બાઈક જપ્ત કર્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક બ્લુ કલરની સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહ્યો છે. જ્યારે તેની સાથે રહેલી યુવતી બાઈકની ટાંકીના ટેકે યુવકના ખોળામાં ઊંધી બેઠેલી છે. આ બાઈક પુરપાટ રોડ પરથી પસાર થઈ રહ્યું હોય, ત્યારે બન્ને એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. થોડા સમય બાદ યુવતી પણ બાઈક ચલાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે.
સુરત પોલીસે બાઈક નંબરના આધારે યુવક સુધી પહોંચીને તેની અટકાયત કરી છે. આ સાથે જ તેનું સ્પોર્ટ્સ બાઈક પર કબજે કર્યું છે. પોલીસની પૂછપરછમાં યુવકની ઓળખ સુનિલ તરીકે થઈ છે. જ્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો 3-4 વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવકે વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં તે વાઈરલ થયો હતો. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી તેમજ બાઈક પર જોખમી સ્ટંટ કરતા લોકોના અગાઉ પણ વીડિયો વાયરલ થયા હતા અને પોલીસે તેઓની સામે કાર્યવાહી પણ કરી હતી. આમ છતાં લોકો આવા જોખમી સ્ટંટ કરીને પોતાની સાથે બીજા લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
