<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

સાસરીયાઓ દ્વારા પાંચ માસની બાળકી છીનવી માતા ને પિયર મોકલી આપતાં મહિલાની મદદે 181 અભયમ આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવતા જણાવેલ છે,  કે મારી પાંચ માસની બાળકી મારા સાસરી વાળાએ જબરદસ્તીથી છીનવી મને મારા પિયર મોકલી આપી છે, બાળકી મારા વિના એકલી હેરાન થશે તેથી બાળકી આપાવવા માટે મારી સહાયતા કરો.
  ત્યારબાદ 181 નર્મદા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ત્યાંથી મળેલી માહિતી મુજબ મહિલાને તેમના પતિ તેમજ સાસરી પક્ષ સાથે ઘરનાં કામકાજ બાબતે ઝગડો થતો હતો,  મહિલા કામ નથી કરતા તેમ કહી અપશબ્દ બોલતાં હોવાથી મહિલાથી સહન ના થતાં પિયરમાં જાણ કરેલ તેથી મહિલાના પિતા ઘરે લઇ જવા માટે આવેલ, પરંતુ સાસરી પક્ષ એ બાળકી છીનવી તું એકલી જતી રહે, બાળકી અમારી સાથે રહેશે ગાયનું દૂધ પીવડાવશું તેમ કહી મોકલી આપેલ. બીજા દિવસે મહિલાથી ના રહેવાતા બાળકી પરત લેવા 181ની મદદ માંગી.
181 ટીમે સામા પક્ષને કાયદાકિય સમજ આપેલ, નવજાત શિશુ માટે માતાનું ધાવણ શ્રેષ્ઠ હોય તેમ સમજાવેલ, નવજાત બાળક હોવાથી મહિલાથી ઘરની જવાબદારી પર પૂરતું ધ્યાન ના આપી શકતાં તેમની વ્યથાને સમજવા જણાવેલ. બાળકને પરિવારના સભ્યો સાચવે તો મહિલા ઘરનું કામ કરે, તેથી સાસરી પક્ષ સમજી ગયેલ અને બાળકી પરત આપી, હવે પિયરમાં ના જવા સમજાવેલ પરંતુ, પિયર માં સામાન હોવાથી બે દિવસમાં પરત આવતી રહેવા મહિલાએ જણાવેલ.
આમ 181 નર્મદા ટીમ દ્વારા બાળકી પરત અપાવી બન્ને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

(12:17 AM IST)