News of Thursday, 21st November 2024
દેડીયાપાડા ખાતેના સ્નેહમિલન કાર્યક્રમ માં સાંસદ મનસુખભાઈ વસાવાએ અલગ ભીલ પ્રદેશ માંગની આકરી ટીકા કરી
અલગ ભીલ પ્રદેશનો મુદ્દો ઉછાળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વોટ બેંકની ઊભી કરવા માંગે છે : સાંસદ મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આદિવાસી સમાજના અલગ ભીલ પ્રદેશની માંગ સાથે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવતા નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. અલગ ભીલ પ્રદેશની માંગ સામે સાંસદ મનસુખભાઈ વસાવાએ ધરાર નાં પાડી આં શક્ય નથી તેવી વાત કરી છે. અને આદિવાસી સમાજને આવી ખોટી માંગમાં નહિ ફસાવવા અપીલ પણ કરી છે.
બિરાસામુંડાની 150 મી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભિલપ્રદેશની માંગણી ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા ની સ્થાપના કરી ને કરી છે. અને તેમનું કહેવું છે. દેશમાં આદિવાસીઓની આટલી મોટી વસ્તી છતાં આદિવાસી સમાજની હાલત આઝાદીના 75 વર્ષ વીત્યા છતાં સુધરી નથી એટલે અલગ રાજ્ય જો કરી દેવામાં આવે તો આદિવાસીઓનો વિકાસ થાય, જેમ તેલંગાણા અલગ કર્યું ઝારખંડ અલગ કર્યું એમ અમારો ભીલ પ્રદેશ કેમ અલગ નાં થાય, આં બાબત ને લઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત નાં રાજ્યોના આગેવાનો ને મળીશું તેવી વાતને લઈને ધારાસભ્ય મક્કમ છે.
જ્યારે બીજી બાજુ દેડીયાપાડા ખાતે દેડીયાપાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમ સાંસદ મનસુખભાઈ વસાવાનાં અધ્યક્ષતામાં યોજાયો જેમાં ઘણા આગેવાન અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદેદારો હાજર હતા. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ નવા વર્ષની સૌને શુભેચ્છા આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે લાગી જવા હાંકલ કરી હતી. શિક્ષણની વાત કરી સરકારની આદિવાસી સમાજમાં રોડ રસ્તા સ્કૂલો કોલેજો આપી આવાસો અને સિંચાઇનાં સાધનો આપ્યા આવી અનેક યોજના આદિવાસીઓ માટે છે.જે ખૂબ ઉપયોગી હોવાની વાત કરી અલગ ભીલ પ્રદેશની માંગ એ વાહિયાત માંગ હોવાની વાત કરી હતી.
અલગ ભીલ પ્રદેશનો ભાજપનાં સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા વિરોધ કરે છે. કહે છે અમે એકતામાં માનીએ છે.ભેગા રહ્યા તો આજે ઘણો વિકાસ થયો, અલગ ભીલ પ્રદેશ શક્ય જ નથી. અગાઉ ભીલ પ્રદેશની માંગણી કરી ચળવળ ચલાવનાર કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમજી ડામોરથી લઇ ને અનેક નેતાઓએ હાથિયાર હેઠા મુક્યા છે. તો હાલ શું થઈ શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ લેવા માટે નો આ રાજકીય સ્ટંટ છે. કાર્યકરોને કહ્યું સાંસદે ગામેગામ જઈને લોકોને સમજાવો મતદારોને ભીલ પ્રદેશની માંગ ને લઈને ભરમાવે છે, તેમને કાઉન્ટર કરોની જાહેર મંચ પરથી વાત કરી હતી..ત્યારે આં અંગે કેવી રાજનીતિ કેટલી ચરમ સીમા એ પહોંચે છે તે જોવું રહ્યું
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
