<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સાથે શુભેચ્છા મુલાકાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા નાંદોદ જિલ્લાના યુવા બાહોશ તથા ખેડૂતો અને મહિલાઓના હિત માટે હંમેશા તત્પર એવા યશસ્વી ધારાસભ્ય  દર્શનાબેન દેશમુખની એમના કાર્યસ્થળ પર શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
 આ મુલાકાત દરમ્યાન 2005 પહેલાના કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા એ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા 2005 પછીના કર્મચારીઓને પણ વહેલી તકે જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે એ માટે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે વિનંતી કરવામાં આવી. આ તકે નર્મદા જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ તથા રણજીતસિંહ તડવી, કુલદીપસિંહ રાઉલજી, કિરણસિંહ પઢિયાર, રજનીકાંત રાજ, અતુલભાઈ વસાવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એમ જિલ્લાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામી એ જણાવ્યું છે.


 

(12:24 AM IST)