News of Thursday, 21st November 2024
માંકડખાડા ગામના યુવાનને સાપ કરડી જતા સારવાર માટે ખસેડાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના માંકડખાડા ગામમાં એક યુવાન ને સાપ કરડી ગયા બાદ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
મળતી વિગતો અનુસાર ભોગબનનાર મુરેશભાઈ સુરજ્યાભાઈ વસાવા (ઉ.વ.૨૫)( રહે-માંકડખાડા તા-ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ ગઈ તા.૧૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના પોતાના ખેતરે કામ કરવા ગયેલ હતા ત્યાં સાપ કરડી જતાં તેમને ગરૂડેશ્વર સરકારી દવાખાને તેમના ભાઈ અરવિંદભાઈ સુરજ્યાભાઈ વસાવા નાઓ લઈ ગયા હતા, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે રાજપીપળા સિવીલ હોસ્પીટલ ખાતે રીફર કરતા સારવાર હેઠળ છે
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
